લીલીયા તાલુકાના એકલેરા ગામે વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી સેવા વિભાગ અને લીલીયા પ્રખડ દ્વારા આયુષ્ય નિયામક અને આયુર્વેદિક અમરેલી વિભાગના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન એકલેરા હેલ્થ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ એકલેરાના સરપંચ રાજેશ્વરી રાજ્યગુરુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવેલ આ કેમ્પમાં ૯૬ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. જ્યારે અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ઇતેશભાઈ મહેતા અને જયેશભાઈ રાજ્યગુરૂ ખાસ આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યાં હતા. કેમ્પમાં ડો. ખોડીદાસ શુક્લા, ડા. કાર્તિક સોલંકી,સાગર જોષીએ સેવા આપી હતી. આ કેમ્પ ને સફળ બનાવવા જિલ્લા સેવા પ્રમુખ યુવરાજ સિંહના માર્ગદર્શન તળે લીલીયા પ્રખંડ મંત્રી દિનેશભાઈ સંગતાણી, ઉપાધ્યક્ષ ભરતભાઈ રાજ્યગુરુ, સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.