લીલીયા ભાજપના કાર્યકર જીવનભાઇ વોરાએ ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત કોંગી આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપની વિચારધારાને છોડી કોંગ્રેસનો ખેંસ ધારણ કરતા કોંગ્રેસ આગેવાનોએ તેમને આવકાર્યા હતા.
ધારાસભ્ય પ્રતાપ દુધાતે એક અખબારી યાદીમાં જણાવ્યું કે, લીલીયા કોંગ્રેસમાં જીવનભાઇ વોરા જે આજની ભાજપની નીતિ અને વિચારધારાને પડતી મુકીને કોંગ્રેસની વિચારધારા સાથે જાડાયેલ છે. લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ખોડાભાઇ માલવીયા, રમેશભાઇ પરમાર, બહાદુરભાઇ બેરા, ભીખાભાઇ દેવાણી, નીતિનભાઇ ત્રિવેદી સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમને વિધિવત કોંગ્રેસમાં સમાવેશ કરી કોંગ્રેસની વિચારધારા સાથે જાડી કોંગ્રેસનો ખેંસ પહેરાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યકર્તાઓએ જીવનભાઇ વોરાને પક્ષમાં આવકાર્યા હતા. આ તકે જીવનભાઇ વોરાએ કોંગ્રેસને મજબુત બનાવવાની ખાતરી આપી હતી.