લીલીયા બ્રહ્મસમાજ તથા યુવા બ્રહ્મસમાજ દ્વારા બાલમંદિરથી ડિગ્રી અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને બ્રહ્મ પરિવારની વિશાળ હાજરીમાં મેમેન્ટો, સ્કૂલબેગ, ઓફિસ બેગ, લંચ બોકસ, ફુલસ્કેપ ચોપડા વગેરે દાતાશ્રીઓ દ્વારા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત જીતેન્દ્રભાઈ પાઠક દ્વારા પ્રાર્થના તેમજ વડીલો દ્વારા દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. આ તકે જ્ઞાતિ અગ્રણી નિલેષભાઈ મહેતા દ્વારા શાબ્દિક સ્વાગત તેમજ જ્ઞાતિ પ્રમુખ કિશોરભાઈ પાઠક તથા યુવા પ્રમુખ જયેશભાઈ મહેતા, ત્રિવેદી સાહેબ, ધારાબેન ભટ્ટ, રૂચિતાબેન મહેતા, દીપ્તિબેન મહેતા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપી વિદ્યાર્થીઓને અભિનંદન અને દાતાઓનો આભાર વ્યકત કરેલ. વિદ્યાર્થી સન્માનના દાતાઓ જૈમિન પાઠક, દીપકભાઈ પંડયા, અતુલભાઈ પંડ્યા, મનહરભાઇ પંડ્યા, ગિરિશભાઈ દવે, જયેશભાઇ મહેતા તેમજ કિશોરભાઈ જોષીનું શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ. બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા જ્ઞાતિની બહેનો દ્વારા કાર્યક્રમનાં અંતે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગેશભાઈ દવે, ભરતભાઈ જોષી, અતુલભાઇ ભટ્ટ, દીપકભાઈ દવે, અમિતભાઈ જોષી તેમજ સમગ્ર યુવા ટીમે તન-મન અને ધનથી સેવા આપેલ. કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઇ મહેતા અને દીપ્તિબેન દવે દ્વારા કરવામાં આવેલ તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.