દિલીપભાઈ સંઘાણીના ૭૦માં વર્ષની ઉજવણીનું ૧૧મું પર્વ શ્રી પ્રગતિ સેવિંગ્ઝ એન્ડ ક્રેડીટ કો.ઓ.સો.લી.આયોજીત લીલીયા તાલુકાની ૪૦ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક મહોત્સવ “ફેબ્રુઆરી મારો પ્રિય માસ”નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં તાલુકાની ૪૦ પ્રાથમિક શાળાઓમાં શાળા સુશોભન, વર્ગ સુશોભન, ૧૦૦% હાજરી સુધારણા કાર્યક્રમ તેમજ વિદ્યાર્થીઓ માટે લેખિત, મૌખિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વન સ્ટાર શાળા તેમજ વન સ્ટાર વિદ્યાર્થીને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ જીલ્લા શિક્ષણાધિકારી મિયાણી સાહેબના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ જીલ્લા શિક્ષણાધિકારી, તાલુકા શિક્ષણાધિકારી, પ્રગતિ સેવિંગ્ઝ એન્ડ ક્રેડીટ કો.ઓ.સો.લી.ના ચેરમેન તેમજ ઈફકોના ડિરેકટર ભાવેશભાઈ રાદડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.