લીલીયા તાલુકાના શ્રી અંટાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં તા.૧૩નાં રોજ લીલીયા મોટા પ્રગતિ સેવિંગ્ઝ એન્ડ ક્રેડીટની ૧૯મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.આ સાધારણ સભામાં સૌ મહેમાનો તથા સભાસદોનું શબ્દોથી સ્વાગત મંડળીનાં ડિરેકટર ભુપતભાઈ ધામત દ્વારા કરવામાં આવેલ તેમજ પ્રગતિનો વાર્ષિક અહેવાલ વાઈસ ચેરમેન પ્રકાશભાઈ વિરાણી દ્વારા આપવામાં આવેલ હતો. પ્રગતિ ક્રેડીટ દ્વારા આ વર્ષથી ખાતરનું વેચાણ શરૂ કરેલ હોય તેમજ નેનો યુરીયા તેમજ નેનો ડી.એ.પી વિશે વિસ્તૃત માહિતી સંસ્થાના ચેરમેન ભાવેશભાઈ રાદડીયા દ્વારા આપવામાં આવેલ તેમજ એશિયાની સૌથી મોટી રાસાયણિક ખાતર બનાવતી કંપનીનાં નવા બોર્ડમાં ડિરેકટર તરીકે ભાવેશભાઈ રાદડીયાની ફરી નિયુકિત થતા પ્રગતિનાં બોર્ડ ઓફ ડિરેકટર તથા સુરતથી આવેલ અતુલ્ય કલાનાં આર.કે. તથા રાકેશ દેસાઈની ટીમ તેમજ સહકાર એગ્રો પ્રા.લી. બારડોલી, ધી યુથ સેવિંગ એન્ડ ક્રેડીટ કો–ઓ.સો.લી. સુરત, મહિલા ક્રેડીટ સોસાયટી સુરત તેમજ પ્રગતિનાં સૌ સભાસદો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ. આ તકે જીલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન ભીખાભાઈ ધોરાજીયા, ડિરેકટર ભનુભાઈ ડાભી, વિપુલભાઈ દુધાત, આર.બી.ભાલાળા, ભરતભાઈ ગરણીયા, ભુપતભાઈ ધામત, તુષારભાઈ ધોરાજીયા, ત્રિકમભાઈ શિંગાળા, ડો.કુંભાણી સાહેબ, ક્રિષ્નાબેન ભાવેશભાઈ રાદડીયા તથા ચંદ્રિકાબેન ઘનશ્યામભાઈ હિરપરા સહિત બહોળી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહેલ તેમજ કાર્યક્રમની આભારવિધી ડિરેકટર વિપુલભાઈ દુધાત દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા મેનેજર ભદ્દેશ કે. રાદડીયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.