કૃષિ પાકને રાનીપશુઓ નુકસાન કરે તો કાઈ વાંધો નહિં પરંતુ રાનીપશુઓને મારવામાં આવે તો જેલમાં જવું પડે આવી વિટંબણા સામે જાગૃત બનવા હાકલ કરતા સંઘાણી
નવતર પ્રયોગ : દિલીપ સંઘાણીએ પોતે ભાષણ કરવાના બદલે ઉપસ્થિત જનમેદનીને માઈક આપીને પ્રશ્નો પુછવાનો મોકો આપ્યો
લીલીયા નજીક અંટાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રગતિ સેવિંગ એન્ડ ક્રેડિટ કો.ઓ. બેંકની ૨૦મી સાધારણ સભા સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં મળી હતી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. ચેરમેન ભાવેશભાઈ રાદડિયાએ મહેમાનોનું સન્માન કરી પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. સહકાર સંવાદમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
હતા અને ખેડૂતોની
ખેતીલક્ષી સમસ્યાઓ અંગે દિલીપભાઈ સંઘાણી સાથે સીધો સંવાદ કર્યો હતો. ખેડૂતોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા તથા ઉકેલો લાવવા રજૂઆત થઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, જીગ્નેશ સાવજ તથા કાનજીભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા. અંતે ડાયરેક્ટર ભુપતભાઈ ધામતે આભાર વ્યક્ત કર્યો અને સભાસદો માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.








































