લીલીયામાં તસ્કરોનો આતંક જોવા મળ્યો હતો. અંટાશ્વર મહાદેવ સહિત અન્ય મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. કુલ ૩૯૦૦૦ની ચોરી થઈ હતી અને આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
બનાવ અંગે વિઠ્ઠલભાઇ વિરજીભાઇ માંદલીયા (ઉ.વ.૬૫) એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યા ચોર ઇસમે અંટાળીયા ગામે આવેલ અંટાળેશ્વર મહાદેર મંદિરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. તેણે ગર્ભગૃહનું તાળુ તોડી, ગર્ભગૃહ બહાર રહેલ લાકડાની બંને દાનપેટી તોડી દાનપેટીમાં રહેલ રોકડ રકમ અંદાજીત રૂ.૫૦૦૦ની તથા પ્રેમ સાહેબ આશ્રમ અંટાળીયા મંદિરની દાનપેટીમાંથી અંદાજીત રૂ.૨૦૦૦, અંટાળીયા ગામે ડોબરીયા પરિવારના ખોડીયાર માતાના મઢની દાનપેટીમાંથી અંદાજીત રૂ.૧૫,૦૦૦, અંટાળીયા ગામે લાઠીયા પરિવારના ખોડીયાર માતાજીના મઢના કબાટમાંથી અંદાજીત રૂ.૧૫,૫૦૦ તથા જાત્રુડા ગામે દોમડીયા પરિવારના નાગબાઇ માતાના મંદિરમાંથી અંદાજીત રૂ.૧૫૦૦ મળી અલગ અલગ મંદિરમાંથી કુલ રોકડ રૂ.૩૯,૦૦૦ની અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.






































