લીલીયા મોટાના ક્રાંકચ ખાતે જિલ્લા પંચાયત સીટનો સ્નેહમિલન કાર્યક્રમ વિપુલભાઈ મગનભાઈ દુધાતના નિવાસ્થાને યોજાયો હતો, જેમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અશ્વિનભાઈ સાવલિયા, મનીષભાઈ સંઘાણી, શરદભાઈ પંડ્‌યા, મેહુલભાઈ ધોરાજીયા સહિત જિલ્લા ભરના ભાજપ આગેવાનો અને કાર્યકરોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા વિસ્તારની જનતા માટે થયેલા વિકાસ કામોને યાદ કરી કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે બિહારમાં એનડીએને મળેલ સ્પષ્ટ બહુમતી અને બિહારની જનતાના આશીર્વાદનો ઉલ્લેખ કરીને આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાર્યકરોને ‘બિહાર વાળી’ કરવાનું કહેતા કાર્યકરોએ ઉત્સાહથી આ વાતને વધાવી લીધી હતી. સાંસદ ભરતભાઈ સુતરીયાએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવા માટેનું આહ્‌વાન કર્યું હતું. તેમણે ખાસ કરીને લીલયાના જટિલ પ્રશ્ન સમા લીલીયા-પીપળવા રોડ પર આવેલ રેલવે ફાટક અંગે વાત કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે, લીલીયાની જનતાને પડતી પારાવાર મુશ્કેલીને હલ કરવા માટે આવનારા દિવસોમાં અંડરબ્રિજ માટેની મંજૂરી થોડા મહિનાઓમાં મળી જશે. આ પ્રશ્ન અંગે કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, મહામંત્રી ગૌતમભાઈ વિછીયા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત, ડાયમંડ એસોસિએશન પ્રમુખ ભુપતભાઈ ધામત, બાબુભાઈ ધામત, અરૂણભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.