લીલીયા ખાતે બીએલઓની કામગીરી ગરૂડા એપ દ્વારા કરવા બાબતે લીલીયા મોટા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષકોને ગરૂડા એપ દ્વારા તમામ ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરીના આદેશના પગલે બીએલઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરેક શાળામાં હાલ કોમ્પ્યુટર કે ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી શાળા કક્ષાએ રહી આ કામગીરી કરવી અસંભવ છે. આ બાબતે ઘટતું કરવા શિક્ષક સંઘના પ્રમુખ અશ્વિનભાઈ વિંછીયા, સુધીરભાઈ સતાણી, ધીરૂભાઈ ઠુંમર સહિતના હાજર રહ્યા હતા.