અમરેલી, તા.૧૭ મંગળવારના રોજ લીલીયા તાલુકા પંચાયત કચેરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે.વી.મિયાણીની આગેવાની હેઠળ તપાસણી ટીમે સઘન અને વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. આ તપાસ જિલ્લા વિકાસ અધિકારી પી.બી. પંડ્‌યાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.મહેકમ, મહેસૂલ, બાંધકામ, શિક્ષણ, ICDS જેવી તમામ શાખાઓના રેકોર્ડ અને વહીવટી કામગીરી ચેકલિસ્ટ મુજબ તપાસવામાં આવી હતી. તપાસના અંતે તમામ શાખાધિકારીઓની હાજરીમાં  મિયાણી દ્વારા જરૂરી ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.