લીલીયા તાલુકામાં આવેલા બે માઇનોર બ્રિજની બિસ્માર હાલતને પગલે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર, અંટાળીયા-સાજણટીંબા રોડ પર ગાગડિયો નદી પરના બ્રિજ પરથી તમામ વાહનો માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે. વાહનચાલકો સાજણટીંબાથી હાથીગઢ, સાજણટીંબાથી લુવારિયા અથવા અંટાળીયાથી લીલીયાના વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત, કુંતાણા એપ્રોચ રોડ પર ખારી નદી પરના બ્રિજ પરથી પસાર થતા વાહનોને પણ કુંતાણાથી ખારા અથવા કુંતાણાથી ભોરિંગડાના વૈકલ્પિક રૂટ પરથી પસાર થવા જણાવાયું છે. આ પ્રતિબંધ બ્રિજનું સમારકામ પૂર્ણ ન થાય અથવા નવા બ્રિજ ન બને ત્યાં સુધી અમલમાં રહેશે અને ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે.







































