લીલીયા તાલુકાના સલડી ગામે સાહિત્ય અકાદમી-દિલ્હી અને શ્રી એમ.એમ.યાજ્ઞિક હાઈસ્કૂલ-સલડીના સંયુક્ત ઉપક્રમે ગ્રામાલોક શિર્ષક હેઠળ કવિ સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત કવિ તથા ઋજુ વિવેચક ડો.નીતિન વડગામાની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન બેઠકનો પ્રારંભ કરાયો હતો. તથા સૌ મંચસ્થ મહાનુભાવોનું સલડી હાઈસ્કૂલ પરિવાર અને ટ્રસ્ટીઓ વતી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોપાલ ધકાણ, જીત ચુડાસમા, અગન રાજ્યગુરૂ, હરેશ વડાવિયા, ડો. કેતન કાનપરિયા, વિમલ અગ્રાવત, સ્નેહી પરમાર અને કાર્યક્રમના અધ્યક્ષ નીતિન વડગામાએ સુંદર કાવ્યપાઠ કર્યો હતો. આ તકે ગુજરાતના વિવિધ શહેરો અને ગામડામાંથી ગુજરાતીના પ્રતિષ્ઠિત કવિઓ તથા ભાવકો ખાસ ઉપÂસ્થત રહ્યા હતા.