લીલીયા તાલુકાના ૩૭ ગામોના સરપંચોએ આજે વડવાળા હનુમાન મંદિર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં દીપડા દ્વારા થતા માનવ હુમલાઓને અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ, તમામ સરપંચોએ આર.એફ.ઓ. ગલાણીને રૂબરૂ મળી રોષભેર રજૂઆત કરી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
આર.એફ.ઓ. ગલાણીએ સરપંચોની માંગણીઓને ગંભીરતાથી લેવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું કે વન વિભાગ આવનારા દિવસોમાં આવી કોઈ ઘટના ન બને તે માટે તમામ જરૂરી પગલાં લેશે અને પૂરતી તકેદારી રાખશે.સરપંચ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ ઠુંમર સહિત તાલુકાભરમાંથી સરપંચો આ બેઠકમાં હાજર રહ્યા હતા. જેમાં જીવનભાઈ વોરા, રાજુભાઈ ભેડા, રાજુભાઈ સાવજ, ધીરુભાઈ ખુમાણ, નિલેશ ધોરાજીયા, કિરીટભાઈ સોળિયા, કમાભાઇ ભરવાડ, બાલાભાઈ ભરવાડ, સુખાભાઈ ભરવાડ, જયેશ દાદા, ઘનશ્યામભાઈ મેઘાણી, પ્રવિણ બાપુ, હસમુખભાઈ પોલરા, આનંદભાઈ ધાનાણી, મનુભાઈ ડેર અને સુરેશભાઈ રામાણી સહિતના સરપંચોનો સમાવેશ થાય છે.