લીલીયા મોટા તાલુકાના મોટા કણકોટ ગામે ત્રિવિધ કાર્યકમોનું આયોજન મંગળવારે કરવામાં આવ્યું હતું. ગામના કમલાનંદ ભવનમાં બીરાજતા સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ રાકોળીયા દવે પરિવારના સુરાપુરા બાપાનો ૧૮મો પાટોત્સ અને પીપળેશ્વર મહાદેવનો ભવ્ય રુદ્રાભિષેક યોજાયો હતો. સાથે જ નાના ભુલકાઓને (વિધાર્થી) સ્ટુડન્ટ કિટ આપીને પ્રોત્સાહિત કરવામાં પણ આવ્યા હતા. આ પાટોત્સવ સ્વ. જસુમતીબેન શાંતિલાલ દવે -શિહોર પરિવારના યજમાન પદે યોજાયો હતો. આ નિમિત્તે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વસતા રોકાળીયા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પરિવારની સામાન્ય સભા, ટ્રસ્ટીની મીટિંગ તેમજ આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી તેમ મહેશ દવે લીલીયાની અખબારી યાદીમાં જણાવેલ છે.