ભેંસાણ ગામની સીમમાં રોઝ અને ભુંડનો ત્રાસ વધી જતાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
જેને લઈ ખેડૂતોની સહનશક્તિ પણ ખૂટી હતી. ખેડૂતોના કહેવા મુજબ દિવસે ખેતીકામ અને રાત્રે ભુંડ અને રોઝનું ધ્યાન રાખવાનું રોજિંદુ બની ગયું છે. જેને લઈ આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી. જો તેમની માંગ નહીં સંતોષાય તો ખેડૂતો આ જાનવરને ઠાર મારશે અને સમગ્ર ગામલોકો દ્વારા જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેમ ભેંસાણ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જણાવાયું હતું.










































