લીલીયા તાલુકાના ભેંસવડી પ્રાથમિક શાળા ખાતે દાતા ભાનુભાઇ દુધાત (મુંબઈ), લાલજીભાઈ ડોડીયા (મુંબઈ), ડા.શિવગીરીબાપુ ગોસ્વામી (અમદાવાદ) ના સહયોગ અને સખાવતથી શાળાના તમામ બાળકોને ગણવેશ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૮ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓનું પણ બહુમાન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ ભરતભાઈ ઠુંમર તથા ગ્રામ પંચાયત સદસ્યો સહિત જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઇસ ચેરમેન અરુણભાઈ પટેલ તથા એસ.એમ.સી.ના ચેરમેન અને સભ્યો, વાલીઓ અને સુરેશભાઈ બુટાણી, પ્રવીણભાઈ દોમડીયા, વિનુભાઈ દુધાત વગેરે અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.