લીલીયા તાલુકાના પુંજાપાદર ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ આનંદ કુટીર દત્ત આશ્રમમાં પૂજ્ય ગડબડદાસ બાપુની તિથિ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભજન સમ્રાટ રામદાસ ગોંડલીયા, શૈલેષ મહારાજ સહિતના કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી.આ તકે અમરગીરી બાપુ ગરાળ સહિતના સંતો મહંતો હાજર રહ્યા હતા અને આશ્રમનો મોટો સેવક સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.