લીલીયા તાલુકાના ગોઢાવદર ગામમાં શ્રી ભીખા ભગતની તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ રાત્રે સત્સંગ અને ધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે ઉજવાતી આ તિથિમાં આ વખતે પણ ગામના અગ્રણીઓ અને સ્થાનિક નેતાઓએ હાજરી આપી હતી.