લીલીયાના ગોઢાવદર ગામમાં નીલગાયના બચ્ચાને ગામલોકોએ બચાવ્યું હતું. સવારના સમયે રખડતા કૂતરાઓએ નીલગાયનાં બચ્ચા પર હુમલો કરી પગમાં અને શરીરના ભાગે ઇજા કરી હતી. રસિકભાઇ ગજેરા અને ગામલોકોએ બચ્ચાને કૂતરાથી બચાવીને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. તુષારભાઈની ટીમે ફોરેસ્ટની ગાડીમાં બેસાડીને ઘાયલ બચ્ચાને પશુ દવાખાનામાં પહોંચતું કર્યું હતું.