સરકાર દ્વારા ઈ-K.Y.C અપડેટનો કાર્યક્રમ ચાલુ હોય ત્યારે લીલીયા તાલુકાના તમામ ગામોમાં સોમવારથી શનિવાર તારીખ ૧૧/૧૧/૨૦૨૪ થી તારીખ ૧૭/૧૧/૨૦૨૪ એમ કુલ સાત દિવસ ખાસ ઝુંબેશના ભાગરૂપે દરેક ગામે તલાટી કમ મંત્રી તેમજ V.C.E મારફત ઈ-K.Y.Cની અપડેટની કામગીરી માટે નાઈટ કેમ્પ યોજવામાં આવશે. જેનો સમય રાત્રે ૮ઃ૦૦ થી ૧૦ કલાકનો નક્કી કરવામાં આવેલ છે. દરેક રેશનકાર્ડ ધારકોને પોતાના ગામના તલાટી કમ મંત્રી તથા V.C.E નો સંપર્ક કરી પોતાના રેશનકાર્ડમાં જેટલા સભ્યો હોય તેમના ઈ-K.Y.C અપડેટ કરી લે તેવું લીલીયા મામલતદાર કે.બી.સાંગાણી તેમજ તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્ય દ્વારા આહ્‌વાન કરવામાં આવેલ છે. આ બાબતે સામાજિક આગેવાનો તેમજ સરપંચો લોકોમાં જાગૃતતા લાવી વધારેમાં વધારે કેમ્પોનો લાભ અરજદારોને લેવરાવે તેવી પણ આ તકે અપીલ કરવામાં આવેલ છે.