લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે આજે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ખાદ્ય જૂથોની આવશ્યકતા અંગે માહિતી આપવામાં આવી અને પૌષ્ટિક પુરક ખોરાકની વાનગીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય સેવિકા ડિમ્પલબેન ઓઝા, એન.એન.એમ. તુલસીભાઈ પરમાર, પી.એસ.ઈ. સવિતાબેન જાદવ, વર્કર બહેનો અને હેલ્પર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ બાળકોના વાલીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પોષણ અંગે
જાગૃતિ ફેલાવવાનો હતો. વિવિધ પ્રકારના પૌષ્ટિક આહાર અને તેમના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.