લીલીયા તાલુકાના કુતાણા ગામના નાગરિકોને તાલુકા મથકે જવા માટે સુગમ અને સલામત માર્ગ સુવિધા મળે તેવા હેતુથી ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના વરદ હસ્તે રૂ.૨૫૦ લાખના ખર્ચે ખારી નદી પર બ્રિજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે ગામમાં થઈ રહેલા ૮૦૦૦ વૃક્ષોના વાવેતરના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, કુતાણા ગામે ૨૫ લાખના ખર્ચે બની રહેલા અદ્યતન પંચાયત ઘરની ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવી હતી. છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાની પ્રાથમિકતા સાથે ધારાસભ્ય દ્વારા હાથ ધરાયેલા આ વિકાસકાર્યોને જનતા બિરદાવી રહી છે. આ તકે સરપંચ ગૌતમભાઈ વિછીયા સહિત ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.