લીલીયા તાલુકાના આંબા ગામે મફતપરા જે વાઘેલા શેરી તરીકે ઓળખાય છે તે વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી ગટરનું દુર્ગંઘ મારતું પાણી રસ્તા પર લાંબા અંતર સુધી વહે છે. આ ગટરના પાણીના કારણે સ્થાનિક રહિશો ત્રાહિમામ પોકારી ગયા છે. આ વિસ્તારમાં બાલમંદિર પણ આવેલું હોવાથી નાના બાળકો અને રહિશોને ફરજિયાત ગંદા પાણીમાંથી ચાલીને જવું પડે છે. જેના કારણે બીમાર પડવાની અને રોગચાળો ફેલાવાનો ભય વ્યાપ્યો છે. આ રસ્તા પરથી વાહનો પસાર થતાં હોવાથી ગંદુ પાણી આસપાસની દિવાલો પર ઉડે છે. આ અંગે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી તો કોઇ ફરિયાદને ધ્યાનમાં લેતું નથી.