લીલીયા મોટા ગ્રામ પંચાયત દ્વારા વરસાદથી શહેરમાં પડેલા ખાડાઓ પુરવા અને ગંદકી-મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે માટીકામ શરૂ કરાયું હતું. ગ્રામજનોની રજૂઆતને પગલે સરપંચ જીવનભાઈ વોરા અને સદસ્યોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડાઓમાં માટી નાખવાનું કામ શરૂ કરાવ્યું હતું. જોકે, આ કામ દરમિયાન લીલીયાના વિજયભાઈ ઝવેરભાઈ વિરાણીએ મામલતદારને ફોન કરીને સિવિલ હોસ્પિટલ બાજુના ચેકડેમમાંથી ગેરકાયદે માટી ઉપાડવાની ફરિયાદ કરી હતી. મામલતદારે સ્થળ પર આવીને ટ્રેક્ટરને ડિટેઈન કરાવી પંચાયતને મેમો ફટકાર્યો હતો. પંચાયતનું લોકહિતનું કામ અટકાવાતા સરપંચ જીવનભાઈ વોરાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ગ્રામજનોને બીમારીથી બચાવવા માટે માટીકામ કરીએ તો પણ જો કાયદાકીય કાર્યવાહી થાય, તો પછી સ્થાનિક પંચાયતે કામ કરવું કે ન કરવું? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.