લીલીયામાં ભૂગર્ભ ગટરનાં પ્રશ્ને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગ્રામપંચાયતને તાળાબંધી કર્યા બાદ બન્ને પક્ષો વચ્ચે સમાધાન થતાં સુખદ અંત આવ્યો હતો. લીલીયા શહેરમાં ઘણાં સમયથી ભૂગર્ભ ગટરનાં પ્રશ્ને લોકો રજૂઆત કરી રહ્યા છે. પરંતુ તેનો કોઈ ઉકેલ આવતો ન હોય ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગ્રામપંચાયતને તાળાબંધી કરવામાં આવી હતી. જેને લઈને ગ્રામ પંચાયત અને ચેમ્બર ઓફ કોમર્સ સામસામે આવી ગયા હતાં અંતે સરપંચ તંત્ર અને પોલીસની હાજરીમાં ચેમ્બર ઓફ કોમર્સે માફી માંગી લેતા તાળાબંધીનો સુખદ અંત આવ્યો હતો અને આજે વેપારીઓ શાંતિમય રીતે ઉપવાસ પર બેસી ગટરના પ્રશ્ને રજૂઆત કરશે.