લીલીયા મોટાના જલારામ મંદિર ખાતે લોહાણા સમાજ લીલીયાના તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત અને ઉત્સાહ વધારવા માટે રઘુવીર સેના આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમ તારીખ ૨૩-૬-૨૦૨૪ ને રવિવાર સાંજના ૬ઃ૩૦ કલાકે જલારામ મંદિર લીલીયા મોટા ખાતે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં ધવલભાઇ ભીમજીયાણી બાળકોને માર્ગદર્શન આપશે. સાથે આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા રઘુવીર સેનાના અધ્યક્ષ વિશાલભાઈ સોઢા, ભાવેશભાઈ સોઢા, હિતેશભાઈ માનસેતા, પિયુષભાઈ સોનપાલ, સંજયભાઈ વણઝારા વિશેષ ઉપસ્થિત રહી સમાજના લોકોને માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના તમામ યુવાનો, વડીલો, આગેવાનોને સાથ સહકાર આપવા માટે રઘુવીર સેનાના પ્રમુખ કિરીટભાઈ રવાણી દ્વારા જહેમત ઉઠાવી સહકાર આપવા અનુરોધ કરાયો છે.