લીલીયામાં ગોપાલ ગૌશાળા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળની બેઠક મળી હતી.આ બેઠકમાં તાલુકામાં ગામડે-ગામડે સંગઠન થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં લીલીયા તાલુકામાં ત્રિશુલ દિક્ષા કાર્ય બાબતે પણ ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં ડો.જી.જે.ગજેરા, દિલીપભાઈ બામટા સહિતનાઓ હાજર રહ્યાં હતા.