લીલીયા મોટાની ક્રિષ્ના ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીમાંથી ધિરાણ મેળવી હપ્તા નહી ભરતા બાકીદાર (૧) દિપકભાઈ ભુપતભાઈ મકવાણા રહે. લીલીયા (૨) શિતલબેન શેલેષગીરી ગોસાઈ રહે. વાઘણીયા (૩) શૈલેષગીરી મનુગીરી ગોસાઈ રહે. વાઘણીયા (૪) કેલાસગીરી મનુગીરી ગોસાઈ રહે. વાઘણીયા (૫) દિપકભાઈ બકાભાઈ પરચાર રહે. લોકી (૬) દિલીપભાઈ ધીરૂભાઈ ઉનાવા રહે. વાઘણીયા (૭) મેહુલભાઈ પ્રાગજીભાઈ માલસુરીયા રહે. લીલીયા (૮) ગોપાલભાઈ ભનુભાઈ ડાબસરા રહે. લીલીયા (૯) સુરેખાબેન બિપીનભાઈ રવાણી રહે. લીલીયા (૧૦) ગૌતમભાઈ સુરેશભાઈ બુહા રહે. લીલીયા (૧૧) બિપીનભાઈ રતીલાલ રવાણી રહે.લીલીયા આ બાકીદાર સામે મંડળીના મેનેજર જિતેન્દ્ર પાઠકે લીગલ એડવાઈઝર કિશોર પાઠક મારફત લીલીયા કોર્ટમાં ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. જેમાં કિશોર પાઠકની ધારદાર અને સચોટ દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ૧૧ બાકીદારોને ૧૮ માસની કેદની સજા કરી હતી. ઉપરાંત ચેકની રકમ અને વ્યાજ સંસ્થાને ચૂકવવા આદેશ કર્યો હતો. ઉપરાંત વળતર ન ચૂકવે તો વધુ ૩ માસની સજાનો હુકમ કર્યો હતો. આ હુકમ થતાં મંડળીના બાકીદારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.