સરકારી વિનયન કોલેજ, લીલીયામાં વર્ષ ૨૦૨૪-૨૫નો વાર્ષિકોત્સવ રંગારંગ કાર્યક્રમોની હારમાળા સાથે સંપન્ન થયો હતો. કોલેજના આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ એ. રાઠોડે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું અને કોલેજના કર્મચારીઓનો પરિચય આપી તેમનો આભાર માન્યો હતો. અતિથિ વિશેષ ડી.ઈ.ઓ. અમરેલી મનોહરસિંહ ગોહિલે વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર અંગે માર્ગદર્શન આપ્યું હતું. અન્ય વક્તા ડા. પી.વી. બારસિયાએ વિદ્યાર્થી જીવનમાં સરળતા અને જ્ઞાનના મહત્વ પર ભાર મૂક્યો હતો, જ્યારે ડા. જેસિંગ વાંજાએ યુવાનોમાં ચારિત્ર્ય ઘડતર અને પડકારોનો સામનો કરવાની વાત કરી હતી. ડા. મહેશ ગઢિયાએ કોલેજમાં યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી અને વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.