સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ લીલીયામાં ઇનોવેશન ક્લબ અંતર્ગત બે દિવસીય DIY કિટ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન કેસીજી-અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ એ. રાઠોડના નેતૃત્વ અને ડા. મહેશ એસ. ગઢિયાના સંચાલન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિનયન અને વાણિજ્ય શાખાના વિદ્યાર્થીઓને પણ ઇનોવેશન ક્ષેત્રે આગળ લાવવાનો હતો. ટ્રેનર અનુજ મિશ્રા દ્વારા વિદ્યાર્થીઓને બેઝિક ઇલેક્ટ્રોનિક્સ કિટ, એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ કિટ, એડવાન્સ સાયન્સ કિટ જેવી વિવિધ ટેકનિકલ કિટ્‌સ અંગે થિયરી અને પ્રેક્ટિકલ માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.