લીલીયા મહીલા કેળવણી મંડળ સંચાલિત શ્રીઅમૃતબા વિદ્યાલયનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૮.૫૯ ટકા આવતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શાળામાંથી ૧૪૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી. જેમાંથી ૧૪૦ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ તકે ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને શાળા સંચાલક મંડળના અરૂણભાઇ પટેલ, સહિત શાળાના આચાર્ય હસમુખભાઈ કરડે શુભેચ્છા પાઠવી હતી.








































