હવામાન ખાતાની આગાહી અનુસાર રાજ્યમાં અનેક વિસ્તારો સાથે હાલમાં અમરેલીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં લાઠી અને લીલીયા તાલુકામાં ધોધમાર વરસાદ પડયો હતો. લાઠીની ગાગડીયો નદીમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે લીલીયા પંથકના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો, જેમાં લીલીયાના ગોઢાવદરમાં બજારો પાણીથી છલોછલ થઈ હતી. જ્યારે બાબરા અને સાવરકુંડલા પંથકમાં પણ સારો વરસાદ પડયો હતો અને અમરેલી શહેરમાં પણ બપોર બાદ વરસાદી ઝાપટા પડયા હતા.