૬૮મા અખિલ ભારત સપ્તાહ અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લીલીયા અને લાઠી ખાતે સહકારી સેમિનાર યોજાયો હતો. આ તકે નવીનીકરણ, રોજગાર સર્જન અને વ્યવસાયીકરણમાં સહકારી સંસ્થાઓની ભૂમિકા જેવા વિષય પર માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું હતું. આ તકે મનીષ સંઘાણી, અશ્વિનભાઇ સાવલીયા, અરૂણભાઇ પટેલ, જયંતીભાઇ પાનસુરીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.