અમરેલી જિલ્લામાંથી પોલીસે બે જગ્યાએથી ૮ જુગારી ઝડપીને ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લીલીયા ટાઉનમાં ગાયત્રી લોજ પાછળ બાવળની કાંટમાંથી કાળુભાઈ દેવશીભાઈ વાઘેલા, રાહુલભાઈ રમેશભાઈ વાઘેલા, કિશનભાઈ વિકુભાઈ વાઘેલા જાહેરમાં ગંજીપત્તાના પાના તથા પૈસાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમતાં રેઇડ દરમિયાન રોકડા ૧૯૭૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. નાનુડી ગામેથી ભાવેશભાઇ ઉર્ફે મુન્નો કેશુભાઇ વડેચા, સંજયભાઇ લાખાભાઇ વડેચા, ગભરૂભાઇ જાગાભાઇ ચાવડા, બાબુભાઇ ઉર્ફે ભુપતભાઇ લાખાભાઇ વડેચા, જગદીશભાઇ કાબાભાઇ મારુ ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતાં રોકડા ૧૦,૧૮૦ સાથે ઝડપાયા હતા.