અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની રજૂઆતો રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના આ વાતની સાબિતી આપતી હોય તેવી બનવા પામી છે. જેમાં અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ક્રાંકચ અને કુતાણા ગામની વચ્ચે બેંકમાથી પૈસા ઉપાડીને આવતા ખેડૂતને આંતરી મોટરસાયકલ સવારો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને લીલીયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કુતાણા ગામના ખેડૂત મનોજભાઇ રામજીભાઇ માંગરોળીયા અને ભવ્ય મનસુખભાઈ તે લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે આવેલી મંડળીમાથી રૂ. ૧,૯૦ ૦૦૦ ઉપાડીને પરત તેમના ગામ કુતાણા જતા હતા તે દરમિયાન ક્રાંકચ અને ભોરીંગડા વચ્ચે અજાણ્યા મોટરસાયકલ સવારો આવી મનોજભાઇનુ મોટરસાયકલ આંતરી મારી સામે કાતર કેમ માર છો તેમ કહી મારામારી કરી સામાન્ય ઇંજા પહોચાડી સુટકેસ આંચકી આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા આ ઘટનાને લઈને લીલીયા પોલીસમાં જાણ કરતા લીલીયા પોલીસે આ વિસ્તારમાં નાકાબંધી કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં જાણવા મળતી માહિતી પ્રમાણે લીલીયા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે ત્યારે અન્ય આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.