લીલીયા તાલુકાના પીપળવા ગામે ગાંધી જયંતી નિમિત્તે તા. ૨ ઓક્ટોબરે તાલુકા કક્ષાની ખાસ ગ્રામસભાનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ, “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ તથા શ્રેષ્ઠ કામગીરી બદલ વિભાગોના કર્મચારીઓ, શાળાઓ, સખી મંડળો અને સફાઈ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આંગણવાડી, આરોગ્ય કેન્દ્રો અને શાળાઓ દ્વારા સ્વચ્છતાલક્ષી વિવિધ પહેલોને બિરદાવવામાં આવી હતી. ગ્રામ પંચાયત પ્રતિનિધિઓને પણ વિશેષ સન્માન મળ્યું અને આ પ્રસંગે ભોળાભાઈ કોટડીયાએ વનીકરણ માટે રૂ. ૫૧,૦૦૦નું દાન આપ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્ય સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.








































