લીલીયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતી ૬૦ જેટલી આશાવર્કર બહેનોએ તાલુકા હેલ્થ ઓફિસરને વિવિધ માંગણી સાથે આવેદન પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. આશાવર્કર બહેનોએ આવેદનમાં જણાવ્યું હતું કે, આભાની મોટાભાગની કામગીરી આશાવર્કર બહેનો પાસે કરાવવામાં આવે છે. વહેલી સવારથી ફિલ્ડમાં આધારકાર્ડના ફોટા લેવા, મોકલવા સહિતની કામગીરી પૂર્ણ કરાઇ હોવા છતાં આજદિન સુધી પેમેન્ટ મળ્યું નથી તે ચુકવવામાં આવે. પગાર ફિકસ કરવો સહિતની માંગણી રજૂ કરવામાં આવી હતી. આ તમામ માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી તમામ પ્રકારની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. આમ, આભાની કામગીરી સહિતના મુદ્દે આશાવર્કર બહેનોએ રોષભેર આવેદનપત્ર પાઠવ્યું હતું.