લીલીયા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની તીસરી આંખ-પ્રોજેક્ટ ઇગલ આઇ-૨ અંતર્ગત પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા સી.સી.ટી.વી. કેમેરા ઇન્સ્ટોલેશન કરેલ ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવેલ. લીલીયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.ડી. સાળુંકેની રાહબરી હેઠળ તાલુકા વિસ્તારના ગામો જેમા આંબા, હાથીગઢ, નાના લીલીયા, પાંચતલાવડા, વાઘણીયા, ઢાગલા, ભોરિંગડા, બવાડા, સનાળીયા મળી કુલ ૦૯ ગામોમાં ગ્રામજનોના સહયોગથી અને લોક ભાગીદારીથી કુલ ૧૧૦ સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવેલ છે. આ ગામના સરપંચોને એસ.પી. સંજય ખરાતે સન્માનિત કરેલ, તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.





































