લીલીયામાં વન વિભાગ અને શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અમૃતબા વિદ્યાલય ખાતે વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. આચાર્ય હસમુખભાઈ કરડે મહેમાનોનું શાબ્દિક સન્માન કર્યું હતું. પર્યાવરણ પ્રેમી મનોજભાઈ જોષીએ સિંહનું મહત્વ સમજાવ્યું હતું. બાદમાં વિદ્યાર્થીઓને સિંહ સંવર્ધન અને સુરક્ષાની પ્રતિજ્ઞા લેવડાવાઈ હતી. સિંહ બચાવો, ગીર બચાવોના નારા સાથે રેલી યોજાઈ હતી. રેલીમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને વન કર્મીઓ જોડાયા હતા.