ગુરુવારના રોજ ઉમિયા માતાજી મંદિર, લીલીયા મુકામે અગિયારમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટા, લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. મુંબઈના રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર તરફથી પ્રાપ્ત થયેલ આર્થિક સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્‌ઘાટન ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ ધામત અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ મનોજભાઈ કાનાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેત્ર જાળવણી અને
જાગૃતિ અંગેની ૫,૦૦૦ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.