લીલીયા મોટાની મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ધારાબેન ભાલારાના અધ્યક્ષ સ્થાને સંકલનની મીટીંગ મળી હતી. જેમા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હાજર રહ્યાં હતા. ધારાસભ્ય દ્વારા લીલીયા મોટા ખાતે ચાલતું ગટર સફાઈ અભિયાન ચાલુ રાખવું અને જરૂર પડે તો સ્વચ્છતાની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવવા કહેવામાં આવ્યું હતુ. તેમજ દારૂ માટેની આવતી ફરિયાદોમાં ફરિયાદ કરી છોડી મૂકવા કરતા કડક પગલાં લેવા સાથે જ પોલીસ પેટ્રોલિંગ વધારવા પણ ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી હતી. જ્યારે ખેડૂતોના પ્રશ્ને લીલીયા એસ.બી.આઇ બેન્કમાં સ્ટાફ વધારી એક કેશબારી વધારવી, કિસાન સન્માન નિધિમાં કેવાયસી અને લેન્ડ સમિતિમાં બાકી રહેતા ખેડૂતોને જ્યાં હોય ત્યાં સંપર્ક કરી અને ઘટતી માહિતીની પૂર્તતા કરવા પણ અધિકારીઓને ખાસ સુચનાઓ આપી, તેમજ સીટી સર્વેના કર્મચારીઓને સમયસર હાજર રહી અને કામનો ઝડપી નિકાલ કરવા માટે પણ ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ મિટિંગમાં જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા સહિતના તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.