લીલીયા મોટા ગામે વર્ષોથી ગટરનો પ્રશ્ન છે. વેપારીઓ, રાહદારીઓ, ગ્રામ્ય જનતા, વિદ્યાર્થીઓ, મુસાફરો ત્રાહિમામ પોકારી ગયા છે. ગામ લોકો નર્કની યાતના ભોગવી રહયા છે. અનેક રજૂઆતો કરવા છતાં કોઈ જાતની કામગીરી થતી નથી. ભૂગર્ભ ગટરના ૧૦ કરોડ રૂપિયા મંજૂર થયેલ છે. ત્રણ વાર ટેન્ડર પ્રક્રિયા કરેલ ત્યારે માંડ માંડ એક કોન્ટ્રાકટર આવેલ છે. તા. ૮/પ/ર૦ર૪નો વર્ક ઓર્ડર મળેલ છે તેવુ જાણવા મળેલ છે પરંતુ કોઈ પ્રકારનું કામકાજ શરૂ કરેલ નથી. કામકાજ કેમ શરૂ થતુ નથી ? તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. જા આ મામલે કોઈ નક્કર કામગીરી નહી થાય તો કોંગ્રેસ સમિતિએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.