લીલીયા મોટા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગટર બાબતે સરપંચ જીવનભાઈ વોરા દ્વારા તમામ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર, પી.જી.વી.સી.એલ.ના ઇજનેર, લીલીયા પોલીસ સ્ટેશનના પી.આઈ પ્રતિનિધિ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારી, અમરેલી એસ.ટી. ડેપો મેનેજર, ગુજરાત ગેસ એજન્સીના મુખ્ય અધિકારી બીએસએનએલના કર્મચારી, મારુતિ કન્ટ્રક્શનના પ્રતિનિધિની સાથે મુખ્ય ગટર કામ અંતર્ગત મિટિંગ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, ભૂગર્ભ ગટરના કામકાજ દરમિયાન જા પાઈપલાઈનમાં ભંગાણ થાય તો ગટરના કોન્ટ્રાકટર સાથે સંકલન કરી પાઈપલાઈનનું સમારકામ કરાવવું, તેમજ
એસ.ટી.બસને બાયપાસ કરવામાં આવે તો બસ એસ.ટી.પોઈન્ટ પર લાવવી, નડતરરૂપ વૃક્ષ દૂર કરવા વનખાતાએ જરૂરી તપાસ કરી
વૃક્ષને દુર કરવું અને જા ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન વીજપોલ ધરાશાયી થાય તો વીજ અધિકારીઓ દ્વારા તાત્કાલિક વીજપોલની કામગીરી કરવી અને ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન કોઈ લુખ્ખાગીરી કરે, ખોટી અડચણ કરે તેવા ઈસમો સામે પોલીસ કડક હાથે કામગીરી કરે તે માટે તમામ વિભાગના અધિકારીઓને સરપંચ જીવનભાઈ વોરાએ અનુરોધ કર્યો છે.