લીલીયા ગામના ગોઢાવદર વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે. સગર્ભા મહિલાને જ્યારે પ્રસૂતિનો દુઃખાવો ઉપડ્યો ત્યારે વાડી માલિક ભરતભાઈ માવજીભાઈ ગજેરાએ ૧૦૮ ને ફોન કર્યો. ૧૦૮ ની ટીમ તાત્કાલીક પહોંચી અને એ.એન.સી. બહેનને વાડીમાર્ગથી બસ સ્ટોપ પાસે લઈ આવ્યા. ત્યાંજ ભાર રીક્ષામાં મહિલાએ બાળકને જન્મ આપ્યો. ૧૦૮ ટીમ દ્વારા તાત્કાલિક તબીબી સારવાર કરવામાં આવી અને મહિલાને લીલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી. આ ઘટનામાં ૧૦૮ ટીમનું
ઉત્કૃષ્ટ કાર્ય રહ્યું છે.