અમરેલી જિલ્લાનાં લીલીયા મોટા મુકામે ૧૦ મેના રોજ લીલીયા તાલુકા સમસ્ત બ્રહ્મસમાજનાં ઉપક્રમે ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે. જેમાં બપોરનાં ૩ઃ૩૦ કલાકે ભીડભંજન મહાદેવ મંદિરથી બાઈક રેલી પ્રસ્થાન થશે અને લાઠી રોડ પર આવેલ વડવાળા મંદિરે પહોંચી ૪ઃ૩૦ કલાકે પૂજન વિધિનું કાર્ય કરી, રાસ-ગરબામાં બ્રહ્મ બંધુઓ સંગીતના તાલે ઝૂમી ઉઠશે. ત્યારબાદ શોભાયાત્રા શરૂ થઈને ગાયત્રી મંદિરે પહોંચશે. સાંજનાં સમયે ઉપસ્થિતિ સૌ બ્રહ્મ બંધુઓ સમૂહમાં ભોજન-પ્રસાદ આરોગશે.