લીલીયામાં એક યુવકને પ્રેમસંબંધ મુદ્દે સમાધાન કરવાનું બોલાવીને તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હાલ સુરત રહેતા અને મૂળ વરસડા ગામના આકાશભાઈ હીંમતભાઈ સારીખડા (ઉ.વ.૨૩)એ ભાવનગર જીલ્લાના જેસર તાલુકાના રબારીકા ગામના ઉમેશભાઈ વિજયભાઈ બગડા તથા જગદીશભાઈ ખુમાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ઉમેશભાઈની બહેન સાથે તેમને પ્રેમસંબંધ છે. જે મુદ્દે સમાધાન કરવાન માટે તેને લીલીયા ટાઉન વિસ્તારમાં SBI બેન્કની પાછળ મનોજ ભાઠેના હિરાના કારખાનાના ધાબા ઉપર બોલાવ્યો હતો. જ્યાં તેને તથા પરેશભાઈ મગનભાઈ ગંગલને મુંઢ માર માર્યો હતો. ઉપરાંત ઉમેશભાઈએ તેને પગના સાથળના પાછળના ભાગે છરીનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર પી.બી.લક્કડ વધુ તપાસ કરી
રહ્યા છે.