લીલીયામાં શ્રી અમૃતબા વિદ્યાલય ખાતે પોલીસ વિભાગના પી. આઈ આઈ. જે. ગીડા, પી. એસ. આઈ વાય. એમ. જાડેજાના માર્ગદર્શન તળે ધોરણ ૯થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સાઈબર ક્રાઇમ જનજાગૃતિ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. આ તકે વીજ કંપનીના નામે થતા ફ્રોડ, ડુપ્લીકેટ સોશિયલ મીડિયા એકાઉન્ટ ફ્રોડ, સાવધાન સહિતની જીણવટભરી માહિતી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં જઈ પોલીસ કર્મીઓ દ્વારા આપવામાં આવી હતી.







































