લીલીયા મોટાના પેન્શનર સમાજની ૨૯મી વાર્ષિક સાધારણ સભા ૧૨ સપ્ટેમ્બરે પ્રમુખ ભરતભાઇ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને જલારામ મંદિર ખાતે યોજાઇ હતી. આ સભામાં ઉદયભાઇ દેસાઇ, ભાલાળા, ખાંભા-ધારીના પ્રમુખો, બાબુભાઇ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કરેલ. આભારવિધિ હરિભાઇ ધોરાજીયાએ કરી હતી. સભાનું સંચાલન બાલુભાઇ કિકાણી, કાલાવડિયા અને પ્રવિણભાઇ પાઠકે કર્યું હતું. આ સભામાં ભોજનના દાતા લાભુબેન ચાવડા હતા.