લીલીયા તાલુકાના પીજીવીસીએલ સંબંધિત પ્રશ્નો અને ખેતીવાડી સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સૂચનાથી પીજીવીસીએલ કચેરીની મુલાકાત લેવામાં આવી હતી. તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ મુલાકાતમાં નાયબ ઇજનેર સી.કે. દેવમુરારી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન, થોડા દિવસો પહેલાં મિડીયામાં રજૂ થયેલા અહેવાલો અંગે અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેના જવાબમાં અધિકારીએ એમવીસીસી કેબલનું કામ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. વધુમાં, તા.૧૩/૦૪/૨૦૨૫ના રોજ ભારે પવનને કારણે અન્ય ફીડરોમાં આવેલી ખામીઓને કારણે લીલીયા શહેરમાં વીજળી પુરવઠો ખોરવાયો હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું કે, એક કલાકમાં જ વીજળી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. લીલીયાના ૬૬ કેવી સબસ્ટેશનમાંથી મળેલી માહિતી અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં આ ફીડરમાં કોઈ ખામી સર્જાઈ નથી, પરંતુ ૧૧ વખત ટ્રીપીંગ થયું છે. લીલીયાના સ્થાનિક સરપંચ જીવનભાઈ વોરાએ પણ પીજીવીસીએલની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાતમાં ભનુભાઈ ડાભી, ગૌતમભાઈ વિછીયા, ભીખાભાઈ ધોરાજીયા, પરેશ પહાડા, ભરતભાઈ ઠુંમર, ભાસ્કરભાઈ પટેલ, આર.બી. ભાલાળા, ઘનશ્યામ મેઘાણી, પીજીવીસીએલના જુનિયર ઇજનેર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.









































