અમરેલી જિલ્લામાં દેશી દારૂ પીવાનું પ્રમાણ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે. દેશી દારૂનાં દુષણને નાબૂદ કરવા માટે પોલીસ પ્યાસીઓને પકડી તેની સામે કડક કાર્યવાહી કરતી હોવા છતાં પ્યાસીઓ પોતાની પ્યાસ બુજાવવા ગમે ત્યાંથી દારૂની વ્યવસ્થા કરતા હોય તેવું લાગી રહ્યું છે. જેમાં એક જ દિવસમાં લીલીયામાંથી પાંચ સહિત જિલ્લામાંથી ર૦ શખ્સોને પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા છે. લીલીયાની નાવલી બજારમાંથી અક્રમ હાસમ અબડા, મુકેશ વઝીરભાઈ સીરમાન, ગોપાલ દાનાભાઈ ત્રાડ, નાસીર જાકીરભાઈ મેમણ, રઝાકમીયા આમદમીયા સૈયદ તેમજ લાઠી ગામેથી દીપક રવજી સાથળીયા, લાઠી તાલુકાનાં હીરાણા ગામેથી બકુલ વિરજી ડાભી, દામનગરમાંથી હરેશ રામભાઈ પંચાસરા, સાવરકુંડલાના શેલણા ગામેથી ઘુસાભાઈ નારૂભાઈ પરમાર, રાજુલામાંથી શૈલેષ નાનજી જાગદીયા, રાજુલાના ધારેશ્વર ગામેથી ગૌતમ ગોબરભાઈ બગડા, ધારીના દલખાણીયા ગામેથી મુકેશ બાબુ ડાભી, હીમખીમડીપરામાંથી ઘનશ્યામ પ્રેમજી થળેસા, ખાંભામાંથી અલ્પેશગીરી કૈલાશગીરી ગોસાઈ, સંજય મધુભાઈ પરમાર, જશવંતગઢ ગામેથી પાર્થ રાજેશભાઈ રાવળ, સાવરકુંડલામાંથી ભુપત કનોજીયા, સાગર મનુભાઈ પાથર, ઘનશ્યામ લાભશંકર ભરાડ અને અમરેલીમાંથી જગદીશ હસમુખભાઈ માંડવીયા ઢીંગલી બની જાહેરમાં નીકળતા પોલીસે તમામ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.